રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે અતિ બિસ્માર હાલત માં થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પાછલા ૩ વર્ષ થી ભૂગર્ભ ગટરના કામ માં શહેર નો મુખ્ય હાઇવે ખોદવામાં આવેલ ત્યાર બાદ થી રોડની અવદશા એવીને એવી છે માત્ર થિંગડા ભરીને પાછલા ૩ વર્ષ થી ચલાવાય છે ગત વર્ષે પણ સામાજિક સંસ્થાઓએ રોડ ચકકાજામની ચીમકી આપ્યા બાદ રોડ માં થિંગડા મરાયા હતા અને ચોમાસુ શરુ થતાં જ ફરી એ જ સમસ્યા સામે આવી છે. શહેર માંથી પસાર થતા નેશનલ હાઇવે ટાવરચોક ત્રિકોણબાગ અને બસસ્ટેન્ડ પાસે અતિ બિસ્માર બની ગયો છે ફૂટ ફૂટ ના ખાડા ઓના કારણે રોજ અનેક લોકો અકસ્માત નો ભોગ બને છે ત્યારે રોડ નું નવીનીકરણ જલ્દી થી હાથ ધરાય તેવી શહેરીજનો ની માંગ ઉઠી છે.