રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાજપીપળામાં ૫ ટિમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરાયા.પ્રથમ દિવસે જ ૧૦૦ જેવા કોરોના રેપીડ ટેસ્ટ કરાયા: નવા ફળીયા,કાછીયાવાડ,મોટા માલીવાડ, ભાટવાડા,સિંધીવાડ આરબ ટેકરા સાથે રાજેન્દ્રનગર સોસાયટી,આદિત્ય-૧ અને ૨ ને પણ આવરી લેવાશે.
નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા હોય આરોગ્ય વિભાગ સતત દોડતું આવ્યું છે. પરંતુ અમુક વિસ્તારો માં તાજેતર માજ પોઝિટિવ કેસ વધ્યા હોવાનું સામે આવતા આ બાબતે ચિંતિત આરોગ્ય વિભાગના એપેડેમિક ઓફિસર ડો.કશ્યપના માર્ગદર્શન હેઠળ ગુરુવારથી પાંચ અલગ અલગ ટિમો બનાવી કોરોના રેપીડ ટેસ્ટ કરવાની શરૂઆત કરી હોય જેમાં પ્રથમ દિવસે રાજપીપળાના નવા ફળીયા, કાછીયા વાડમોટા માલીવાડ, ભાટવાડા, સિંધીવાડ આરબ ટેકરા જેવા વિસ્તારો માં આરોગ્ય વિભાગ ડો.વલવી સાથે ડો.હિમાંશુ પંચોલી,ડો.ધવલ પટેલ સહિત અન્ય ડોક્ટરો તેમજ લેબોરેટરીની ટિમો એ ૧૦૦ જેવા લોકોના રેપીડ ટેસ્ટ કર્યાહતા.આ કામગીરી દસ દિવસ જેવી ચાલશે જેમાં અંદાજે એક હજાર જેવા રેપીડ ટેસ્ટ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું. આમ કોરોનાના કેસ બાબતે નર્મદા આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ટિમો તૈનાત કરી કોરોના બાબતે ખાસ કાળજી લેવાઈ રહી છે.