પંચમહાલ મિરર ઈમ્પેક્ટ: આખરે રાજપીપળા બહુચરાજી મંદિર સામેનો તૂટેલો પીપળો પાલિકા દ્વારા હટાવાયો.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સ્થાનિકો ની બુમ બાદ અને પંચમહાલ મિરરમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પાલિકાની ટીમે ગુરુવારે સાંજે જોખમી અટકી રહેલા પીપળા નું વૃક્ષ જે.સી.બી થી હટાવ્યું. ચોમાસા ની શરૂઆત માજ રાજપીપળા દરબાર રોડ નજીક ના બહુચરાજી મંદિર સામે ના પીપળા નું મહાકય વૃક્ષ અચાનક મૂળિયા સાથે તૂટી પડ્યું જે સામે ના મકાન ની દિવાલ પર અટકી રહ્યું હતું.જોકે તુરત પાલીકા ટીમે તેની ડાળીયો કાપી હટાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ મસમોટું મૂળિયા સાથેનું થડ ત્યાં અટકી રહ્યું હોય જેની નીચે થી સ્થાનિકો પસાર થતા જોખમ હોવાનું મંદિરના મહારાજ અને સ્થાનિકો દ્વારા જાણવા મળતા આ બાબતે અખબારી અહેવાલ આવ્યા હતા, આખરે ગુરુવારે બપોરે પાલિકાની ટીમે જે.સી.બી મશીન દ્વારા આ વૃક્ષ હટાવી જગ્યા ચોખ્ખી કરતા સ્થાનિકો એ હાશકારો અનુભવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *