રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ના આઝાદચોક માં વધુ ૧ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નગર માં ચકચાર મચી છે. જાણવા મળ્યા મુજબ નસવાડી નગર ની તાલુકા પંચાયત માં કારોબારી સમિતિ ના સભ્ય રહી ચૂકેલા અને નસવાડી બીજેપી ના નેતા એવા આશિષભાઈ દલવાડી ની ઉમર વર્ષ ૫૦ નાઓને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્ર તેમજ વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી તેમના પરિવાર માં ૬ વ્યક્તિઓ રહે છે તેઓને હોમકોરોન્ટીન કરાયા છે આ કોરોના દર્દી આશિષભાઈ દલવાડી આઝાદચોક વિસ્તાર માં રેહતા હતા તે વિસ્તારના ૧૦ ઘર ને આરોગ્યવિભગ દ્વારા કોરોન્ટીને કરવામાં આવ્યા છે અને કોરોના દર્દી આશિષભાઈ દલવાડી ને છોટાઉદેપુર ની હોસ્પિટલ માં સારવાર માટે ૧૦૮ દ્વારા મોકલી આપવામાં આવ્યા છે નસવાડી ના આઝાદચોક માં કોરોના પોઝિટિવ નો બીજો કેસ આવતા આસપાસ ના વિસ્તાર માં રહેતા નાગરિકો મા ભય અને ગભરાટ ની લાગણી ફેલાઇ છે અને આશિષભાઈ દલવાડી ના સંપર્ક માં આવેલા અન્ય સક્ષો ની પણ શોધ ખોડ હાથ ધરવામાં આવી છે.