રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાનાં કંસારીથી વાવરડા જતા ડામર રોડ ઉપર ભારે વરસાદથી નીચેની માટી ધોવાઈ જતા રોડની સાઈડમાં ડામર રોડ ઉપર એક મોટો ભુવો પડેલ છે જે બે ફુટ પહોળો ૩ થી ૪ ફુટ ઉંડો છે અને હાલ ત્યાંથી વાહન ચાલકો રાહદારી, ઢોર પસાર થાય છે. કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા આ ભુવો બુરી અને મરામત કરાય તેવી લોક માંગણી ઉઠી છે. કંસારી વાવરડા રોડ ઉપર ડામર રોડનુ કામ થયેલ છે પરંતુ મજબુતાઈ ન કરાતા ખાડા મોટા પડી રહયા છે. વહીવટી તંત્ર તાત્કાલીક મરામત કરાવે તેવી માંગણી કરી હતી.