રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવના ઘોઘલામાં એક યુવાનનો રીપોર્ટ આજરોજ કોરોના પોઝિટિવ આવતા દીવ કલેકટર સલોની રાય ઘોઘલા ઘટના સ્થળ પાણીની ટાંકી, સાંઈનગર પાસે પહોચ્યા અને આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો અને યુવાનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડેલ અને તેના પરીવારને આઈસોલેશન વોર્ડમાં દાખલ કર્યા આ યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી તો નથી પરંતુ તેના પિતાને ડાયાલીસીસ કરવા ઉના હોસ્પિટલે લઈ ગયેલ અને કોરન્ટાઈનમાં હતો ત્રણ-ચાર દિવસથી તાવ અને ઉધરસ હોવાથી યુવાનનો રીપોર્ટ કરાવેલ જે પોઝિટિવ આવ્યો હતો. કલેકટર સાથે ડે.કલેકટર હરમીન્દર સીંઘ, સીઈઓ વૈભવ રીખારી સ્વાસ્થ્ય અધિકારી ડો.કાસીમ સુલતાન મામલતદાર ચંદ્રહાસ વાજા ઉપસ્થિત રહેલ હતા.