રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડેડીયાપાડા પોલીસ ને ખાનગી બાતમીદાર ની રાહે ચોક્કસ બાતમી મળી હતી કે,નવીનગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં કેટલાક ઇસમો પૈસા વડે પાના પત્તા નો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા (૧) બલરામ ઉર્ફે બલ્લી દેવરામભાઇ રાઠોડ (૨) રાહુલ ઉર્ફે નાનુ જયેશભાઇ સોલંકી (૩) રામ કુમાર દેવરામભાઇ રાઠોડ (૪) હિતેશભાઇ ચંપકભાઇ વસાવા (૫) પ્રહલાદ ગુલાબસીંગ તડવી તમામ રહે-દેડીયાપાડા નવીનગરી નાઓને પકડી તેઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા ૧૦,૫૦૦/- તથા દાવ પરથી મળી આવેલ રોકડ રકમ રૂપિયા ૫૩૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૫૦૦/- તથા પાના પતા નંગ-૫૨ કિ.રૂ. ૦૦/- મળી કુલ કિ.રૂ.૧૭૩૦૦/- ના જુગારના મુદામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. પોલીસ અધિક્ષક નર્મદા તથા ના.પો.અધિ.રાજપીપલા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે વધુમાં વધુ જુગારના/ઇગ્લીશ દારૂની ગે.કા.હેરાફેરી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા દેડીયાપાડા પોલીસ પ્રયત્ન શીલ છે.