રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેથી જિલ્લાની પ્રજા અને સાથે સાથે વહીવટીતંત્ર પણ ચિંતિત છે.કોરોના સંક્રમણને અટકાવવા નર્મદા કલેકટર મનોજ કોઠારીએ એક ગાઈડલાઈન જાહેર કરી છે એ મુજબ જનતાએ સરકારના જાહેરનામનો ચુસ્ત પણે પાલન કરવું પડશે.બીજી બાજુ ઘરની બહાર નીકળતી વખતે મોં અને નાકને માસ્કથી અવશ્ય ઢાંકીએ, તમામ જગ્યાએ ૬ ફુટના અંતરનું પાલન કરીએ, વારંવાર હાથને સેનીટાઇઝરથી કે સાબુથી સ્વચ્છ રાખીએ તેમજ આવશ્યક કારણો સિવાય બિનજરૂરી બહાર ન નિકળીએ તેની કાળજી રાખવા ખાસ અનુરોધ કર્યો છે.
બીજી બાજુ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજપીપળામાં બપોર બાદ બજારો સ્વયંભૂ બંધ રાખવા વેપારીઓએ નિર્ણય તો લીધો જ છે.પણ સાથે સાથે જિલ્લાની મહિલાઓએ માંગ કરી છે કે રાજપીપળા શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પોલિસ પાલન કરાવે, શાકમાર્કેટ માંથી કોરોના સંક્રમણનો ખતરો વધુ છે.અગાઉ રાજપીપળાની પ્રાથમિક શાળા રાણી લક્ષ્મીબાઈ, ગવર્નમેન્ટ હાઈસ્કૂલ તથા ગાર્ડન સામે શાકમાર્કેટ ચાલુ કર્યા હતા એ જગ્યાએ ફરીથી શાક માર્કેટ શરૂ કરાઇ એવી મહિલાઓએ માંગ કરી છે.