રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઊના મામલતદાર કનુભાઇ નિનામા તેમજ પુરવઠા અધિકારી તડવીને બાતમી મળેલ કે ઊના તાલુકાના દેલવાડા ગામે ડિજલ રીક્ષામાં મોટો ધઉંનો જથ્થો ભરાતો હોય અને આ ધઉં શંકાસ્પદ હોવાની માહીતી મળતા તેમની ટીમ દેલવાડા પહોચી સુત્રાપાડા તાલુકાના શીંગસર ગામના જાવીદ સીદીભાઇ પટ્ટણી તેમજ ડ્રાઇવર સાથે રીક્ષા પકડી તેમાં રહેલ ૧૭ કટા ધઉં કિ.રુ.૧૩,૧૩૫ તેમજ રીક્ષાની કિંમત મળી રુ.૭,૩૦૦ નો મુદામાલ શંકાસ્પદ કબ્જે કરી જિલ્લા પુરવઠા અધિકારીને આ અંગે રીપોટ કરી સેમ્પલ લઇ આ ધઉંના નમુના લેબોરેટરીમાં મોકલવા કાર્યવાહી હાથ ધરેલ છે. પુરવઠા અધિકારી તડવીના જણાવ્યા મુજબ જે ધઉંનો જથ્થો જડપાયેલ તે ધઉં રેશન ધારકો પાસેથી ધરે ધરે ફરીને ઉધરાવેલ હોય અને તેની અવેજમાં પ્લાસ્ટીક વાસણો, સ્ટીલ ડોલ, ડબા આપવામાં આવતા હતા. તેવું આ જથ્થા સાથે જડપાયેલા જાવીદ પટ્ટણીએ પોતાના નિવેદનમાં જણાવેલ છે.