રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
નાળાના કામમાં આચરેલ ગેરરીતીની ચાડી ખાતી થેલીઓ બહાર દેખાવા લાગતા તપાસની માંગ
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામ નજીક કાચા રસ્તા ઉપર નાળાનું કામ મંજુર થવા પામ્યુ હતુ.જયારે નાળાનુ કામ મંજુર થયેલ જગ્યાની બદલે ખેતર અંદર બનાવવામાં આવતા વિવાદ ઉભો થવા પામ્યો હતો જયારે નાળાના કામમાં આચરવામાં આગવેલ ગેરરીત ની તપાસ થવા લેખીત રજુઆત થવા પામી હતી . અરજણસર થી ધરવડી જવાના કાચા રસ્તા ઉપર નવિન નાબુ બનાવવા રૂપિયા ૪,૫૦,૦૦૦ રુપિયા જિલ્લા પંચાયતની રેતી કંકર ગ્રાન્ટ તળે મંજુર કરવામાં આવ્યા હતા . સરકારી ગ્રાન્ટ તળે મંજુર થયેલ નાળાનું કામ વહીવટી મંજુરી વખતે દર્શાવેલ સ્થળની જગ્યાએ ખેતરમાં બનાવવામાં આવ્યુ હતુ . ગ્રામજનોને અન્ય કોઈ પણ જોઈના શકે તેવી જગ્યાએ બનાવવામાં આવેલ નાળાની કામગીરી બાબતે વિવાદ સર્જાતા ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા તપાસ થવા લેખીત રજુઆત કરવામાં આવી હતી.
જેમાં અરજણસર થી ધરવડી તરફ જવાના કાચા રસ્તા ઉપર નાળુ બનાવવાની જગ્યાએ સ્થળમાં ફેરફાર કરીને ખેતરમાં નાળુ બનાવવામાં આવ્યું હોવાનુ આક્ષેપ કરવામાં આવ્યો હતો જયારે નવિન બનાવવામાં આવેલ નાળાની કામગીરી મંજુર થયેલ પ્લાન પ્રમાણે કરવામાં આવેલ નથી અને નાળની કામગીરી ગુણવત્તા વગરની કરવામાં આવી હોવાનો પુરાવો થેલીઓ બહાર દેખાતા જણાઈ રહ્યો છે અને આ બાબતે તપાસ થવા સદસ્ય દ્વારા માંગ કરવામાં આવી હતી જયારે નાળુ બનેલ ખેતરમાં કામ કરતા યુવાને જણાવ્યુ હતુ કે નાળુ બનાવવામાં આવ્યું ત્યાં કોઈ પણ પ્રકારનો રસ્તો નથી અને ખેતરમાં નાળુ બનાવવામાં આવ્યુ છે આમ કોઈના ખેતરમાં નાળુ બનાવવાથી ખેડૂતને નુકશાન થયુ હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતુ અને આ બાબતે અમોએ અમારા ખેતરના માલીક રામજીભાઈ જેઓ પાલનપુર ખાતે રહે છે તેમને જાણ કરી છે.અરજણસર ધરવડી ના કાચા રસ્તા ઉપર મંજુર થયેલ નાણુ સ્થળ બદલીને કોઈને પણ ના દેખાય તેવી જગ્યાએ ખેતરમાં બનાવીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું અહી કામ કરતા લોકોએ જણાવ્યું હતું.