રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી વચ્ચે તહેવારો બગડવાની ભિતી
કેશોદ શહેરમાં આવેલા ગાંધીનગર સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષના યુવાન ને કોરોના પોઝિટિવ કેસ નાં લક્ષણો જોવા મળતાં લેવામાં આવેલ સેમ્પલ બાદ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશોદ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી ગાઈડ લાઈન મુજબ અમલવારી કરવામાં આવી છે. કેશોદ શહેર-તાલુકા માં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં આંકડો વધીને ૨૪ પાર પહોંચી ગયો છે. કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી માં રોજીંદા એકાદ પોઝીટીવ કેસ નોંધાતાં આવનારાં દિવસોમાં પવિત્ર શ્રાવણ માસમાં તહેવારો બગડવાની શક્યતા વધી ગઈ છે. કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે સંક્રમણ ની સાંકળ તોડવી જરૂરી છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન ની ચુસ્તપણે અમલવારી કરાવવી જોઈએ એવી લોકમાંગ ઉઠવા પામી છે. સંક્રમણ થવાની સંભાવના હોય એવાં હોટ સ્પોટ જેવાકે મોડી રાત્રે બાયપાસ રોડ પર ચાલું રહેતી ખાણીપીણીની લારીઓ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાની અમલવારી કરાવવાં ઉપરાંત બહારગામથી આવનારા વ્યક્તીઓ ની આરોગ્ય તપાસ ફરજીયાત કરવામાં આવે એ જરૂરી છે.