ખેલાડીઓ માટે ફિટનેસ પ્લાન તૈયાર, કોહલી પણ ઘરે રહી વર્ક આઉટ કરશે.

Sports

કોરોના વાઇરસના કહેરના કારણે ભારત સરકારે સમગ્ર દેશને લોકડાઉન કરી દીધું છે. આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટર્સ પણ પોતાના ઘરે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. જોકે સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચ નિક વેબ તથા ફિઝિયો નીતિન પટેલે સાથે મળીને ભારતીય ટીમના ખેલાડીઓ માટે ઇન્ડોર વર્કઆઉટ પ્લાન તૈયાર કર્યો છે. જેના કારણે તમામ ખેલાડીઓ જ્યારે પણ સિઝન શરૂ થાય ત્યારે સંપૂર્ણ ફિટ જોવા મળશે. ટીમ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે વેબ અને પટેલે બીસીસીઆઇ સાથે કરારબદ્ધ તમામ ખેલાડીઓ માટે ચોક્કસ ફિટનેસ પ્લાન તૈયાર કર્યા છે જેના કારણે ખેલાડીઓ ઘરે રહીને પણ પોતાની રોજિંદી કસરતો કરીને ફિટ રહી શકશે. અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે તમામ ખેલાડીઓ, પછી તે ટેસ્ટ ક્રિકેટ રમતો હોય કે પછી મર્યાદિત ઓવર્સની બંને ફોર્મેટ, તમામ માટે એક વિશેષ ફિટનેસ રૂટિન આપવામાં આવ્યા છે અને પ્રત્યેક ખેલાડીએ તેને લાગુ કરવો પડશે.

અધિકારીએ જણાવ્યું હતું કે ફિટનેસ પ્રોગ્રામ ખેલાડીઓના વર્કઆઉટ પેટર્નને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. જેમકે કોહલીને વેઇટની સાથે કસરતો કરવાનું પસંદ છે તો તેના વર્કઆઉટમાં વજન ઉઠાવવાની કસરતોને સામેલ કરવામાં આવી છે જેમાં ક્લીન એન્ડ જર્ક, ડેડલિફ્ટ્સ તથા વેઇટટ્રેનિંગની અન્ય ડ્રિલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોઈ ખેલાડી ખાલી હાથે કસરતો કરવા માગતો હોય તો તેને વજન ઉઠાવવું ના પડે તેવી ડ્રિલ્સ આપવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *