રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા
સુઇગામ પાટણ આંતર સીમા પર કસ્ટમ રોડ પર દુદોસણ નજીક બનાવાયેલ પોલીસ ચોકી પરથી જીપડાલામાં ગુપ્ત ખાનામાં સંતાડી કચ્છ માધાપર લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયરની ૨૮૭ બોટલ કી. રૂ.૮૬ હજાર અને જીપડાલું સહિત રૂ.૪,૮૬,૩૦૦/- નો મુદ્દામાલ ઝપ્ત કરી સુઇગામ પોલીસે એક ઈસમ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સુઇગામ પો.સ્ટે.ના ચેતનભાઇ રવજીભાઇ અ.પો.કોન્સ તથા તાલીમાર્થી શૈલેષકુમાર ઉમેદરામ નોકરી અમદાવાદ સીટી હાલ સુઇગામ પો.સ્ટે નાઓ સુઇગામ તાલુકાના દુદોસણ ચેક પોસ્ટ ઉપર બંદોબસ્તમા હતા તે દરમ્યાન સુઇગામ બાજુથી એક સફેદ કલર નું પીકઅપ ડાલુ આવેલ,જે પીક અપ ડાલાને રોકાવી તેની તલાશી લેતાં ગુપ્ત ખાનામાં ગે.કા.અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા મળી આવતાં, પોલીસે જીપડાલું ને કબજે લઈ તેના ચાલક સવાઇસિંગ દોલતસિંગ રાજપૂત રહે,ચૌટન જી.બાડમેર (રાજસ્થાન)ને અટક કરી પૂછતાં જે દારૂનો જથ્થો મોહનસીંગ દિપસીંગ રાઠોડ(રાજપુત) રહે.માધાપર વાળાને પહોચાડવા જતાં હોવાનું જણાવ્યું હતું,ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગે.કા. વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારુની તથા બીયરની બોટલો નંગ-૨૮૭ કી.રૂ.૮૬,૦૦૦/-ની તથા પીકપ ડાલાની કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા મોબાઇલ કી.રુ.૩૦૦/- ની મળી કુલ રૂ.૪,૮૬,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પીકપ ડાલામાં પાછળના ભાગે ગુપ્ત(ચોર) ખાનુ બનાવી હેરાફેરી કરતાં પકડાઇ ગુનો કર્યા હોઇ તેની વિરૂધ્ઘમા સુઇગામ પો.સ્ટે. પ્રોહીબીશન એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.