રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લામાં હાલ કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ કોરોના કેસો આવી રહ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે રહેતા ૨૫ વર્ષય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બાબરકોટ ગામમાં અરેરાટી મચીજવા પામી હતી. જાણવા મળેલ માહિતી મુજબ તાવ, શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, જેવા લક્ષણો જોવા મળતા તેને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ગયેલ હોય ત્યા તેની લેબ ટેસ્ટ કરવામાં આવતા તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે મામલતદાર સાહેબ સહીત તાલુકા હેલ્થ ઓફિસર સહીત ના અધિકારીઓ ડોકટરો તેમજ સરપંચ, ધટના સ્થળે પહોંચ્યા હતા અને દર્દીને આસપાસમાં રહેતા લોકોના ટ્રેસિંગ ની કામગીરી તેમજ આજુ બાજુમાં રહેતા લોકોને હોમ કોરોન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી ..દર્દીના આસ પાસના વિસ્તારમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું અને આસપાસના વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.