નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરીએ કોરોના સંક્રમણના ભય વચ્ચે પણ વૃદ્ધ પેન્શનની ખરાઇ માટે વૃધ્ધોને એકઠા કરાતા જોખમ.

Corona Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા મામલતદાર કચેરીએ કોરોના સંક્રમણના ભય વચ્ચે પણ વૃદ્ધ પેન્શનની ખરાઇ માટે વૃધ્ધોને એકઠા કરાતા જોખમ પેન્શન લેનાર વૃદ્ધ હયાત છે કે નહીં તેની ખરાઇ કરવામામલતદાર કચેરી પર મોટી લાઈનોમાં સોસીયલ ડિસ્ટન્સ પણ ન જળવાતા કોરોના સંક્રમણનો ખતરો
આખું વિશ્વ હાલ કોરોનાના હાઉ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે.સરકાર અલગ અલગ ગાઈડલાઈનો બનાવી કાયદાનું પાલન કરવા સૂચનાઓ આપે છે નહિ કરનાર પાસે દંડ વસુલ કે ગુનો પણ નોંધાઈ છે પરંતુ કેટલાક સરકારી વિભાગોમાજ આ બાબતે પાલન ન થતું હોય તેવા દ્રશ્યો જોવાઈ છે રાજપીપળામાં આવેલી મામલતદાર કચેરીના ગેટ પાસે 60 વર્ષથી વધુ ઉંમરના વૃધ્ધોની મોટી લાઈનો જોવા મળીતપાસ કરતા જાણવા મળ્યું કે 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતાલોકોને સરકારની વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત દર મહિને મળતા નાણાં બાબતે જે તે લાભાર્થીઓ હયાત છે કે નહીંતેની ખરાઇ કરવા આ વૃધ્ધો ને મામલતદાર કચેરી બોલાવ્યા છે. ત્યારે સવાલ એ થાય કે હાલ કોરોના સંક્રમણમાં બાળકોઅને વૃધ્ધો જ વધુ શિકાર બને છે ત્યારે આવા કપરા સમયે આ ખરાઇ કેટલી યોગ્ય.? લાભાર્થીઓના ઘરે જઈને અથવા અન્ય રીતે પણ ખરાઈ થઈ શકે છતાં મામલતદાર કચેરી પર ટોળાં ઉમટી પડતા દરવાજા પાસે સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ટોળાંમાંથી કોઇ વૃદ્ધ શિકાર બને તો એ માટે જવાબદાર કોણ? જેવા સવાલ આ ધક્કે ચઢેલા વૃધ્ધોમાં ઉઠ્યા હતા. સુત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ સરકાર દ્વારા હાલ ની પરિસ્થિતિ માં આવી કોઇ ગાઈડલાઈન નથી,અન્ય કોઈ જીલ્લા માં પણ આવી ખરાઇ હાલ થતી નથી તેમ છતાં અહીંયા વૃધ્ધો ને એકઠા કોણ કરે છે.? આ રીતે કોરોના સંક્રમણ વધવાની પુરી શક્યતાઓ હોય માટે લાગતા વળગતાઅધિકારીઓ આ બાબત ગંભીરતા થી લઈ યોગ્ય કરે તે જિલ્લાવાસીઓના હિતમાં કહેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *