રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
થોડા દિવસ પહેલાવરસાદ માં મૂળિયા સાથે તૂટી પડેલું પીપળા નું તોતિંગ વૃક્ષ હાલ લોકો માટે જો ખમરૂપપાલીકા એ વૃક્ષ મુખ્ય અધિકારી આમ દરેક બાબતે કડકાઈ દેખાડે છે પરંતુ લોકો ને સુવિધા આપવા બાબતે કોઈ યોગ્ય કામગીરી થતી નથી તેવી બુમ સંભળાઈ રહી હોય રાજપીપળા બહુચરાજી મંદિર, સામે ઘણા દિવસો થી પડેલું પીપળા નું તોતિંગ વૃક્ષ જોખમી હાલતમાં પડી રહ્યું હોય તેનું કામ પાલિકા દ્વારાઅધૂરું મૂકી દેવાતા લોકો ના માથે જોખમ મંડરાઇ રહ્યું છે.રાજપીપળા શહેર માં આવેલું જાણીતા બહુચરાજી મંદિર સામે થોડા દિવસ પહેલા વરસાદ ના કારણે વર્ષો જૂનું પીપળાનું તોતિંગવૃક્ષ અચાનક મૂળિયા સાથે ઉખડી પડી ગયું હતું સદનસીબે સામે ના મકાન ની દીવાલ પર ટકી રહેલું આ વૃક્ષ કોઈ ની ઉપર ના પડ્યું નહિતો રામ રમી ગયો હોત,ત્યારબાદ પાલીકા દ્વારા તેને હટાવવા તજવીજ હાથ ધરાઈ હતી પરંતુ થોડી કામગીરી બાદ પાલીકા ટીમે આ વૃક્ષ ને જૈસે થે હાલત માં મૂકી દેતા હાલ વૃક્ષ નીચે ના રસ્તા પર થી સ્થાનિકો આવન જાવન કરતા હોય જો વૃક્ષ સામે ની દીવાલ પર થી નીચે પડે તો નીચે થી પસાર થતા વ્યક્તિનો કચ્ચરઘાણ વળી જાય તેમ હોવા છતાં કેટલાય દિવસ થી આજ હાલત માં છોડી મુકાયું છે. તો શું કોઈનો ભોગ લેવાય કે ગંભીર ઇજાગ્રસ્ત થાય ત્યારબાદપાલીકા દ્વારા વૃક્ષ હટશે..? તેવો પ્રશ્ન મંદિર ના પૂજારી સહિત સ્થાનિકો માં હાલ ભય નો માહોલ દેખાઈ રહ્યો છે જલ્દી આ ઝાડ હટે તેવી આશા રાખે છે.