રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નિયમોનુસાર દર મહિને વીજ બિલો ફાડવાના હોય પરંતુ વર્ષો થી રાજપીપળા માં અઢી મહિને જ બિલો આપતા યુનિટીનું ભારણ વધતા તગડા બિલો ફટકરાય છે.ચાલુ મહિને ચાર મહિને ગ્રાહકોને બિલો આપતા યુનિટી ના કોષ્ટક મુજબ ગ્રાહકોના માથે લોકડાઉન ના કપરા સમય માં ચાર ઘણો બોજ રાજપીપળા નર્મદા જિલ્લામાં વીજ કંપની દ્વારા અનેક તકલીફો બાબતે વારંવાર અખબારો માં અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ પણ ઉપર બેઠેલા અધિકારી ઓ દ્વારા કોઈ પગલાં ન લેવાતા હાલ રાજપીપળા વીજ કંપની નો વહીવટ દિવસે દિવસે વધુ બગડી રહ્યો છે. ત્યારે વર્ષો થી દર મહિને ની જગ્યાએ બે અઢી મહિને ગ્રાહકો ને વીજબિલો આપી લૂટતા વીજ કંપની ના અધિકારીઓ એ હાલ લોકડાઉન ના કપરા સમય માં હદ વટાવી હોય એમ ચાર મહિને બિલો મોકલ્યા હતા, ઉપર થી સરકારે જાહેરાત કરી એ મુજબ બિલો માં સરકારી રાહત પણ મોટાભાગના ગ્રાહકો ની અપાઈ નથી, કેમકે ચાર મહિને બિલો અપાતા ગ્રાહકો ના યુનિટી ચાર ઘણા આવે જેના કારણે સરકારી રાહત મુજબ અમુક યુનિટ ની નીચેના બિલો માજ સરકારી રાહત મળે તેમ હોય ત્યારે ચાર મહિના બાદ મોટા ભાગના ગ્રાહક ના યુનિટ ઓછા ન થાય એ પણ સ્વાભાવિકછે. આમ ગ્રાહકોને છેતરી વીજ બીલ ના નામે ચૂનો ચોપડી ઉઘાડી લૂંટ ચલાવતા વીજ કંપની ના અધિકારીઓ લોકડાઉનમાં પણ ગ્રાહકો ને લૂંટી રહ્યા હોય લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
