રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા ના દેડીયાપાડા તાલુકા ના દુથર ગામમાં દોઢ વર્ષ ની દિકરી ને મારનાર પુત્રવધુ ને તેની સાસુએ ઠપકો આપતા મનમાં લાગી આવતા તેણી એ ઝેરી દવા પી લેતા સારવાર માટે લઈ જતા રસ્તા માજ મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા તાલુકા ના દુથર ગામમાં રહેતી મારનાર શનીબેન તે મણીલાલભાઈ વસાવા (ઉ.વ.રર)એ ગતરોજ સવારના તેની દોઢ વર્ષની દિકરીને મારતી હોય જેથી તેની સાસુ નવીબહેને દીકરીને મારવાની ના પાડી મારવા બાબતે ઠપકો આપતા શનીબેન ને મનમાં લાગી આવતા તેણે કોઈ ઝેરી દવા પી લેતા સારવાર માટે તેના પતિ મણીલાલ અને તેના સાસુ સસરા દેડીયાપાડા સરકારી દવાખાના ખાતે લાવતા હતા તે દરમ્યાન ફુલસર ગામ પાસે આવતા રસ્તા મા ૧૦૮ એબ્યુલન્સમાં જ તેનું મોત નીપજ્યું હતું.દેડીયાપાડા પોલીસેએ મોત ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.