લોકડાઉન દરમ્યાન લોકો શાકભાજી લેવા પણ બહાર નીકળી રહ્યા છે જેના કારણે ભીડ એકઠી થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરે બેઠા શાકભાજી મળે તે માટે શહેરના તમામ 48 વોર્ડમાં વેજીટેબલ રીક્ષા મારફતે શાકભાજી પોહચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. 48 વોર્ડ માટે 48 રીક્ષા મુકી છે જેમાં શાકભાજી અને ફળ લઈ અલગ અલગ વિસ્તારમાં તેઓ ફરશે.
ઉપરાંત ઘરઆંગણે શાકભાજી મેળવોની યોજના શરૂ કરી છે. જેમાં કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલું એક ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મમાં સોસાયટીનું નામ સરનામું, કેટલા પરિવાર છે, વ્યક્તિઓની સંખ્યા અને સોસાયટીના એક વ્યક્તિના નામ – મોબાઈલ નંબર આપવાનો રહેશે. કોર્પોરેશન દ્વારા સોસાયટીના એક અધિકૃત વ્યક્તિ નીમવામાં આવશે. કોર્પોરેશનના વાહનમાં ટીમ સાથે આ અધિકૃત વ્યક્તિ વહેલી સવારે નજીકના મુખ્ય શાકમાર્કેટમાં જઇ શાકભાજી લઈ અને પૈસા ચૂકવવાના રહેશે. શાકભાજી ઉતારવાની વ્યવસ્થા પણ કોર્પોરેશન કરી આપશે. સોસાયટીના સભ્યોની યાદી પણ બનાવવાની રહેશે જે જરૂર પડશે amcને આપવાની રહેશે.