રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
એજન્ડા મુજબ કારોબારી બેઠકની શરૂઆત કરવામાં આવેલ. પ્રાર્થના બાદ ઉના અને તાલાલા માં આપણા શિક્ષક પરિવાર માં ૨ શિક્ષકઓ અકાળે અવસાન થતાં ૨ મિનિટ મૌન બાદ મીટીંગ ની શરૂઆત કરવામાં આવી.કારોબારી સભામાં પ્રથમ આપણા શિક્ષક પરિવાર ના નિષ્ઠાવાન, આદર્શ શિક્ષક યોગેશભાઈ રાવલ સાહેબનું કે જેમને ૫,૦૦,૦૦૦ અજાણી વ્યક્તિ ના મળેલ જે તેમણે તે વ્યક્તિ ને શોધી ને પરત આપેલ ત્યારે આજ રોજ તેમનું જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સન્માન પત્ર આપીને સન્માનિત કરેલ. ત્યારબાદ ૪૨૦૦ ગ્રેડ પે બાબતે ખૂબ ચર્ચા કરવામાં આવેલ છે ત્યારબાદ બદલીઓના કેમ્પ બાબતે,સી.સી.સી ની મુદતમાં વધારો,એચ.ટીએ.ટીઓ બાબતે , બદલી થયેલા શિક્ષક ઓને છુટા કરવા, એલ.એફ વિભાગમાં સર્વિસબુક વધારે લેવા બાબતે, સળગ નોકરી બાબતે વગેરે એજન્ડા મુજબ કાર્યવાહી કરવામાં આવેલ..અધ્યક્ષ બાબુભાઈ પરમારે પોતાના પ્રવચનમાં સંગઠન વધુ મજબૂત બને તે બાબતે તમામ હોદેદારોને એકજુઠ થઈ ને કામ કરવા આહવાન સાથે અન્ય મુદાઓ ની ચર્ચા કરવામાં આવેલ.ઉપરોક્ત પ્રશ્નો ને જિલ્લા સંઘ મારફતે રાજ્ય સંઘ અને વિભાગ માં તુરંત લેખિત રજુઆત કરવામાં આવશે. એજન્ડા મુજબ કાર્યવાહીની નોંધ મહામંત્રી પરબતભાઈ ચાંડેરા એ રજુ કરેલ.. કારોબારી સભામાં બાબુભાઈ પરમાર, રામસીભાઈ પંપાણિયા, દીપકભાઈ નિમાવત, દરેક તાલુકા સંઘના પ્રમુખ, મંત્રી, તમામ જિલ્લા કારોબારી ના હોદેદારઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતમાં આભાર વિધિ માલાભાઈ ઝાલાએ કરી હતી.