રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં ફળ, શાકભાજી અને ફૂલ પાકોનુ રોડસાઈડ વેંચાણ કરતા લારી ધારકોને જણાવવાનું કે, બાગાયત ખાતા દ્વારા વિનામૂલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઈખેડુત પોટલ મારફતે તા.૧૫/૦૮/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ રેશનકાર્ડ, આધાર કાર્ડ સહિતની નકલો સંબંધિત ગ્રામ સેવકનો ફળ, શાકભાજી, ફૂલ કે નાશવંત કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો સહિતની અરજી દિવસ સાતમાં નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે રજૂ કરાવવાની રહેશે. તેમ ગીર-સોમનાથ જિલ્લા બાગાયત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.