રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઊના તાલુકામાં આવેલાં ખજુદ્રા ગામની સીમમાં શાહી નદી પર બ્રિજ નાં બનાવવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખજુદ્રાં ગામમાં કઈક વાર સરકારી તંત્ર માં રજુવાતો કરવા છતાં પણ સરકારી કર્મચારીઓ દ્વારા આંખ આડા કાન કરે છે. ઉના તાલુકાના દરિયા કિનારાના છેવાડા ના પછાત વિસ્તારના ખજુદરા ગામની અંદર વર્ષોથી તુલસીશ્યામ થી નીકળેલી ભીમ સાહ શાહી નદી જે ખજુદરા ગામ થી પસાર થાય છે જે નદી ઉપર થી ગરાળ સામતેર સંજવાપર જેવા ગામડાઓને જોડતો બાયપાસ રસ્તો નીકળે છે શાહી નદીને કાંઠે ૭૦૦ થી વધારે લોકો ખજુદ્રા ગામના રહે છે ત્યાં વસવાટ કરતા લોકો સ્થાનિક લોકો અને નાના બાળકો અને ખેડૂત લોકો ચોમાસાનીઋતુમાં શાહી નદી ઉપર ભયંકર પાણી આવવાથી ચોમાસાના ત્રણથી ચાર મહિના સુધી સતત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોજેરોજ હજારો લોકોને અવરજવર કરવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. શાહી નદી ઉપર જે અગાઉના વર્ષમાં બે થી ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા અને પ્રાણીઓ માલઢોર પણ ઘણા મૃત્યુ પામ્યા છે અને આવનારા દિવસોની અંદર ગામ લોકોના ભોગ લેવાયએ પહેલા તંત્ર વહેલા જાગે નહિતર આમ જનતા નો ભોગ લેવાય તેની જવાબદારી કોની રહેશે..? તેમ ગ્રામજનો દ્વારા ચર્ચાઈ રહ્યું છે.