રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસ ને બાતમી મળી હતી કે કારમાં એક ઈસમ ભારતીય બનાવતનો વિદેશી દારૂ લઈને પસાર થઈ રહ્યો છે જેની વોચ મા કવાંટ પી એસ આઈ તથા તેઓના સ્ટાફ સાથે જામલી ગામ પાસે ઉભા હતા તે દરમ્યાન લાલ કલર ની કાર આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટ ની દારૂ તેમજ બિયર ની બોટલ નંગ ૧૩૬ રૂ ૫૩,૮૨૦ તેમજ મોબાઈલ રૂ.૫૦૦૦ અને દારૂ ની હેરાફેરી વપરાયેલ કોવિડ કાર કિંમત રૂ ૨,૫૦,૦૦૦ મડી ૩,૦૮,૮૨૦ ના મુદ્દામાલ સાથે મુસ્તકઅલી યુસુફ મહમદ ઉંમર ૪૦ રહે. તાલ. તા, દેવગઢ, જી,રાજસ્થાનને પકડી પાડી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.