રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
કોવિડ ૧૯ વૈશ્વિક મહામારી ને લઈને સમગ્ર વિશ્વ જ્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. કોરોના સંક્રમણ જ્યારે ઝડપથી વધી રહ્યું છે ત્યારે અલગ અલગ રાજ્યો અને શહેરોમાં લોક ડાઉન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આવેલા વિવિધ વેપારી મંડળો, એસોસિયેશન અને કલબો દ્વારા કોરોના મહામારીનો લઈને વધતા સંક્રમણ ને અટકાવવા એક અનેરો અને સરાહનીય પ્રયાસ સૌ નગરજનો દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર શહેરમાં આવેલી તમામ સંસ્થાઓ, દુકાનો તારીખ ૧૭, ૧૮,૧૯ (શુક્રવાર,શનિવાર,રવિવાર) સ્વયંભૂ બંધ રહેવાની હોય તો તાલુકાના સૌ નગરજનો પણ આ સાથ સહકાર આપી અને ત્રણ દિવસમાં આ બંધને સફળતા અપાવે એવા આશા સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
સમગ્ર વેપારી મંડળ અને જાગૃત નાગરિકો દ્વારા મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ને આવેદન આપી રજૂઆત કરીને સાથ સહકારથી માંગવામાં આવ્યો છે ત્યારે જિલ્લા કલેકટર અને પોલીસ વડા દ્વારા આ પ્રસ્તાવ સ્વીકારીને તમામ પ્રકારે સાથ સહકાર આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ સ્વયંભૂ સમગ્ર બજાર બંધ થઈ રહ્યું છે ત્યારે નગરજનો દ્વારા પણ સાથ સહકારની અપેક્ષા છે.