બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લાેમાં રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.
જિલ્લાપમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૧૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૨૦૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૯૫ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૫૯ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૪૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૧૦ મીટર, કરજણ ડેમ- ૯૯.૫૧ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૩.૯૩ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.