રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
રાધનપુર તાલુકાના જાવંત્રી અને વડલાળા ગામ તળાવમાં માછલીઓના મોત. રાધનપુર તાલુકાના જાવંત્રી અને વડલાળા ગામના તળાવમાં અચાનક કોઈ અગમ્ય કારણસર માછલીઓના મોત નીપજ્યા હતા મરી ગયેલ માછલીઓ કીનારા પર અને પાણીમાં તરતી હોવાને કારણે ગામમાં રોગચાળો ફેલાવવાની દહેશત હોવાનું ગામના લોકોએ જણાવ્યું હતું તંત્ર દ્વારા મરી ગયેલ માછલીઓનો તાત્કાલીક નીકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.જો કે તંત્ર દ્વારા આ માછલીઓના મૃતદેહ નો નિકાલ કરશે કે કેમ તે હવે જોવાનું રહ્યું છે.
