ભાવનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતો વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મળશે.

Bhavnagar
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના તથા અનુસૂચિત જનજાતિના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ઓન ફાર્મ પેકહાઉસ, શોર્ટીગ ગ્રેડીગ માટે તાડપત્રી તથા દવા છટવાના પંપો સહિતના વિવિધ ઘટકોમાં લાભ મેળવવા માટે ઈ.ખેડૂત પોર્ટલ પર ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. યોજનાકીય સહાયનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન અરજી કર્યા પછી અરજી સાથે સાધનિક કાગળો જેમ કે, ૭/૧૨ તથા ૮-અના ઉતારા, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, રદ કરેલ ચેક અને જાતિનુ પ્રમાણપત્ર જોડાણ કરી નાયબ બાગાયત નિયામક, ભાવનગરની કચેરીએ રજૂ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *