બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
નર્મદા જિલ્લા કલેક્ટરએ હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા, તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર – આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા તથા જિલ્લા કલેકટર ધ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ જાહેરનામાનો ચુસ્ત અમલ કરવા સહકાર આપવા નર્મદા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે.
તદઉપરાંત તેમણે અપીલ કરી છે કે, કોરોના મહામારીના સંક્રમણથી પોતાને અને પોતાના કુટુંબીજનોને સુરક્ષીત રાખવા આપણે ચુસ્તપણે જરૂરી બાબતોનું પાલન કરીએ, જેમાં ઘરની બહાર નીકળતી વખતે મોં અને નાકને માસ્કથી અવશ્ય ઢાંકીએ, તમામ જગ્યાએ ૬ ફુટના અંતરનું પાલન કરીએ, વારંવાર હાથને સેનીટાઇઝરથી કે સાબુથી સ્વચ્છ રાખીએ તેમજ આવશ્યક કારણો સિવાય બિનજરૂરી બહાર ન નિકળીએ તેની કાળજી રાખવા પણ ખાસ અનુરોધ કર્યો છે.