નર્મદા: રાજપીપળા જિલ્લા સેવાસદન ખાતે પ્રાંત અધિકારી કે.ડી.ભગતે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ: માસ્ક વગરના કર્મચારીઓ અને અધિકારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે ડી ભગતે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ:માસ્ક વગર ના કર્મચારી ઓ ઝડપાતા દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી કે ડી ભગત અને નર્મદા પોલીસ દ્વારા ચેકીંગ કરતા માસ્ક ન પહેનાર સરકારી કર્મચારીઓ પાસે દંડ વસુલ કરાયો. સરપ્રાઈઝ ચેકીંગ માં ૬1 જેવા કર્મચારીઓ માસ્ક વગર ના ઝડપાતા એકને ૨૦૦ રૂપિયા લેખે સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો.

નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય હાલ પોલીસ સાથે વહીવટી તંત્ર ના જવાબદાર અધિકારીઓ પણ આ બાબતે નિયમો નું પાલન કરાવવા કડક પગલાં લેતા જોવા મળ્યા હોય રવિવારે રાજપીપળા પોલીસે એકજ દિવસ માં માસ્ક વગર ફરતા લોકો પાસે થી ૩૭૨૦૦/- રૂપિયા દંડ વસુલ્યો હતો તેમ છતાં કાયદાના રખેવાળ એવા સરકારી બાબુઓ પણ કાયદાનું પાલન ન કરતા હોય નર્મદા પોલીસ સાથે પ્રાંત અધિકારી ડી.કે. ભગત એ જિલ્લા સેવા સદન માં આવેલી કચેરી ખાતે સરપ્રાઈઝ વિઝિટ કરતા કચેરી માં માસ્ક વગર ફરતા ૬1 થી વધુ કર્મચારીઓ ઝડપાતા તમામ પાસે થી તત્કાલ સ્થળ પર જ ૨૦૦/-રૂપિયા લેખે દંડ વસુલ કરતા બાકી કર્મચારી ઓમાં ગભરાટ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *