રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા
છેલ્લા છ માસ થી કોરોનાએ સમગ્ર વિશ્વમાં પગપેસારો કર્યા બાદ દેશમાં સાવચેતીના ભાગરૂપે લોકડાઉન કરવામાં આવેલ,ગુજરાતમાં ભયંકર હદે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે,દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે,છતાં સરહદી સુઇગામ તાલુકામાં અત્યાર સુધી એક પણ કેસ જોવા મળ્યો ન હતો,પણ મંગળવારે જયશ્રીબેન અણદાભાઈ પરમાર ઉ.વ.24 નો રિપોર્ટ પોઝિટિવ આવતાં સુઇગામ તાલુકાના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે,વાવ ના કલ્યાણપુરા સાસરી માં તાવની અસર હોઈ સુઇગામ ખાતે પિયરમાં આવેલ,અને શનિવારે સુઇગામ સી.એચ.સી માં રિપોર્ટ માટે સેમ્પલ આપેલ જેનો મંગળવારે કોરોના પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું,કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ નોંધાતાં ઈ.એમ.ઓ ડો.નરેશભાઈ ગર્ગ પણ સુઇગામ ખાતે દોડી આવેલ,અને આરોગ્ય ટીમ ને સેનિટાઇઝ કરવા અને સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરી હતી.