નર્મદા: પી.એમ.મોદીની જાહેરાતની પણ અવગણના કરનારા રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી પર કોના આશીર્વાદ..?

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

કેટલાયે રોજમદારો ને મહેકમ નું બહાનું ધરી લોકડાઉન માં તગેડી મુકનાર અને પગાર પણ ન આપનાર જયેશ પટેલ કોની મહેરબાની થી પોતાની જ મનમાની કરે છે તેવું દેખાય રહ્યું છે..?

લોકડાઉન જાહેરાત માં છઠ્ઠા મુદ્દામાં વડાપ્રધાન મોદી એ જાહેરાત કરી હતી કે કોઈને નોકરી માંથી છુટા નહિ કરવા કે કોઈનો પગાર નહિ અટકાવવો છતાં મનમાની..?

રાજપીપળા નગરપાલિકા માં એક હથ્થુ શાસન ચલાવતા મુખ્ય અધિકારી જયેશ પટેલ પોતાની જ મનમાની કરી પીએમ ની જાહેરાત ની પણ અવગણના કરતા હોય ત્યારે કોના આશીર્વાદ ના કારણે તેઓ દેશ ના વડાપ્રધાન ની વાત પણ ગળી ગયા છે..?આ પ્રશ્ન હાલ આખા રાજપીપળા શહેર માં ચર્ચા એ ચઢ્યો છે.

શરૂઆત ના લોકડાઉન ની જાહેરાત ટાણે જ ટીવી પર લાઈવ પ્રસારણ માં પી.એમ મોદી એ છઠ્ઠા મુદ્દા માં સ્પષ્ટ જણાવ્યું હતું કે લોકડાઉન માં અમુક કચેરીઓ કે તેને સંલગ્ન એકમો જો કારણોસર બંધ રાખવા પડે તો પણ તેમાં કામ કરતા કર્મચારીઓ ના પગાર આપવા સાથે સાથે કોઈ પણ કર્મચારીઓ ને લોકડાઉન માં છુટા નહિ કરવા ની જાહેરાત ને પણ આખે આખી ગળી ગયા બાદ ઓડકાર પણ ન ખાનાર મુખ્ય અધિકારી જયેશ પટેલે જે કર્મચારી ઓને છુટા કર્યા કે પગાર નથી આપ્યો તે કર્મીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે પોતાનેજ સર્વેસર્વા માની પોતેજ જજ બની ખોટા નિર્ણયો લઈ ફેંસલો સંભળાવતા જયેશ પટેલ ના ખભે કોનો હાથ છે..?? કોના આશીર્વાદ હેઠળ ગરીબ કર્મચારીઓ સાથે એ અન્યાય કરે છે, કોના ઈશારે ગરીબો ના પગાર ન આપી પોતાની મનમાની કરે છે..?જેવા ઘણા સવાલો હાલ પાલીકા વર્તુળ માં સંભળાઈ રહ્યા છે.ત્યારે એક હથ્થુ શાસન ચલાવતા જયેશ પટેલ રાજપીપળા નગર પાલીકા માં ઝાઝું નહિ ટકે તેવી પણ વાત સંભળાઈ રહી છે.પરંતુ હાલ તો ગરીબ કર્મચારીઓ સાથે અન્યાય થઈ રહ્યો હોય તેમ છતાં પાલીકા સત્તા પક્ષ કે વિપક્ષ પણ મૌન સેવી બેઠા હોય ત્યારે આમાં એ લોકો ની સાંઠગાંઠ હોવાની પણ ચર્ચા એ જોર પકડ્યું છે. પરંતુ પેલી કહેવત મુજબ જુઠ્ઠાણા નું આયુષ્ય બહુ ઓછું હોય છે તેમ હવે પાપ નો ઘડો ગમે ત્યારે છલકાય જાય તેમ લાગી રહ્યું છે.

આ બાબતે હજુ પણ એક જ રાગ આલપતા મુખ્ય અધિકારી જયેશ પટેલ અગાઉ એમ જણાવતા હતા કે પાલીકા પાસે પૈસા નથી આવશે ત્યારે પગાર થશે પરંતુ હાલ આ બાબતે પૂછતાં એમ જણાવ્યું કે લોકડાઉન નો પગાર સરકાર ની સૂચના આવે એ મુજબ ઉપર ના હુકમ બાદ થશે..?

જોકે જાણવા મળ્યા મુજબ માર્ચ થી જૂન ના ચાર મહિના નો પગાર બાકી હતો જેમાં હાલ મેં મહિના નો પગાર કર્મચારીઓને અપાયો છે ત્યારે અગાઉના બાકી મહિના નો પગાર કેમ ન થયો.?સાથે સાથે છુટા કરાયેલા કર્મચારી ઓને પગાર ઉપરાંત ઇપીએફ ના નાણાં બાબતે પણ હજુ કોઈ યોગ્ય જવાબ ન આપતા મુખ્ય અધિકારી ગોળ ગોળ જવાબો આપી સમય વેડફી રહ્યા હોય ગરીબ કર્મચારીઓ બાકી નાણા ની આશા સેવી બેઠા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *