રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી
યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
અરવલ્લી જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના તથા અનુસૂચિત જનજાતિના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન બાગાયતખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ઓન ફાર્મ પેકહાઉસ, શોર્ટીગ ગ્રેડીગ માટે તાડપત્રી તથા દવા છટવાના પંપો સહિતના વિવિધ ઘટકોમાં લાભ મેળવવા માટે આઈ.ખેડૂત પર ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. યોજનાકીય સહાયનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ ઓનલાઇન અરજી કર્યાપછી અરજી સાથે સાધનિક કાગળો જેમકે,૭/૧૨ તથા ૮-અના ઉતારા, આધારકાર્ડનીનકલ, બેંક પાસબુકની નકલ/રદ કરેલ ચેક અને જાતિનુ પ્રમાણપત્ર જોડાણ કરી નાયબ બાગાયત નિયામક અરવલ્લીની કચેરીએ રજૂ કરવાની રહેશે.