રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રા ધામ ખાતે વર્ષે દહાડે હજારો યાત્રિકો અને મુલાકાતીઓ માં અંબા નાં દર્શનાર્થે અંબાજી આવતા હોય છે અને ટ્રસ્ટ નાં વિવિધ સંસ્થાનો અને ભોજનાલય ખાતે આ યાત્રિકો મુલાકાત લેતા હોય છે ત્યારે અંબાજી ભોજનાલય ખાતે માં અંબા નો પ્રસાદ લેવા માટે યાત્રિકો અચૂક આવે છે જેમાં ખુબજ ઓછાં દરે માં અંબા નો પ્રસાદ મળી રહે છે જે અન્ય હોટેલો કરતા ખુબજ સાફ સફાઇ અને વ્યાજબી ભાવે મળતા ગરીબ થી ગરીબ અને મધ્યમવર્ગના લોકો ને પોસાય તેવા ભાવે હોય છે.
પરંતુ છેલ્લે ૨૧ માર્ચ થી લોકડાઉન ને લીધે બંધ પડવાના કારણે આજ દિન સુધી ભોજનાલય બંધ રહેતા મંદિરે આવતા યાત્રિકો ને દર્શન બાદ ભોજન પ્રસાદી માટે ભોજનાલય બંધ રહેવાના કારણે અન્ય મોંઘી હોટેલો માં જવું પડે છે .જેથી અંબાજી આવતા યાત્રિકો દ્વારા ભોજનાલય ને ચાલુ કરવા ની સતત માંગ થયી રહી છે.