રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ એસ.ટી.ડેપો ખાતે” ભારતીય મઝદુર સંઘ” દ્વારા કોરોના મહામારી ના સંદર્ભે એસ.ટી. કર્મચારીઓની રોગ પ્રતિકારક શક્તિ વધે તે હેતુથી આયુર્વેદીક ઉકાળા નુ વિતરણ કરેલ.ઉપરોકત સમગ્ર આયોજન મા બી.એમ.એસ. પ્રતિનિધિ – વનરાજ સિહ જાદવ , ડેપો સેક્રેટરી – મહેશભાઇ રબારી , મંત્રી – બીપીન રાઠોડ , કરોબારી સભ્ય – ઈકબાલભાઈ સમા , હરખાભાઈ પરમાર, બનાભાઇ , એ.ટી.આઈ – પ્રવિણભાઇ કાળા તથા એસ.ટી.કર્મચારીઓએ મહત્વ નો ફાળો આપ્યો હતો. ઉપરોકત પ્રસંગે એસ.ટી.કર્મચારીઓ તથા મુસાફર જનતા ને ઉકાળા નુ વિતરણ કરવામા આવ્યુ હતુ .સમગ્ર પ્રસંગે કર્મચારીઓ તથા મુસાફર જનતા એ “ભારતીય મઝદુર સંઘ નો આભાર માન્યો હતો.