રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ થી જૂથળ જતા સકરાણા ગામે થી વીરપુર લંબોરા સહિત ના ગામો તરફ જવાનો માર્ગ છે જ્યારે આ માર્ગ અહીં થી વીરપુર પણ જ્ય શકાય છે ત્યારે લોકો ને અવર જ્વર માટે નો આ રસ્તો હાલ પડી ગયેલા ગાબડા ને કારણે રસ્તો થયો છે ખરાબ સાથે સાથે રોડ પર આવેલ કોઝવે પણ બિસ્માર હાલતમા છે જે વધુ વરસાદ ને કારણે આવનારા સમય માં આ કોઝવે પણ ધરાસય થવાની સંભાવના સેવાઈ રહી છે.માંગરોળ તાલુકાના વીરપુર ગામે થી સકરાણા અને જવાનો માર્ગ છે. જ્યારે અહીંથી વાડિ વિસ્તારના લોકો ને અવર જવર ની પણ આજ માર્ગ પરથી કરે છે. તેમજ સ્કૂલે જતા બાળકો માટે પણ માર્ગ હોય જેથી વધુ હાલાકી નો સામનો કરવો પડી રહીયો છે. જયારે આ બાબત ની જાણ તંત્ર ને કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ની કામગીરી ના કરવામાં આવી હોય તેવું ગામ લોકો જણાવી રહિયા છે. જ્યારે ઉપરવાસ જુથળ ગામ તરફ ધોધમાર વરસાદ પડે ત્યારે આ કોઝવે પરથી પાણી વહેતું હોય છે જેમાં વાડિ વિસ્તાર લોકોને અવર જવર કરવા માટે મુશ્કેલી તેમજ ભય સતાવી રહ્યો છે. જ્યારે વાત કરવામાં આવે નદી ઉપર બાંધવામાં આવેલ ચેકડેમ ની તો તે પણ તૂટી ને ધોવાય ગયેલ છે જેથી અહીં પાણી નો સંગ્રહ થઈ શકતો નથી તેમજ પાણી વહી જાય છે જો ચેકડેમ નું પુનહ બાંધકામ કરવામાં આવે તો ખેડૂતો ને ફાયદો થઇ શકે તેમ છે.