નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૩૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેડીયાપાડા તાલુકામાં-૧૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તિ થયાં છે.

જિલ્લારમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૦૯ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૨૦૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૯૫ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૫૯ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૪૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૧.૨૪ મીટર, કરજણ ડેમ- ૯૯.૫૪ મીટર, નાના કાકડીંઆંબા ડેમ-૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ-૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૦૮ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *