રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી પોલીસ દ્વારા નગર માં માસ્ક પહેર્યા વગર વ્યયસાઈ કરતા ૭૫ ઉપરાંત વેપારીઓ સહિત ૧૦૦ શખ્સ પાસે થી દંડ વસુલ કરવામાં આવ્યો હતો બોડેલી મા વૈસ્વિક મહામારી કોરોના નો કહેર યથાવત જોવા મળી રહ્યો હોઈ ત્યારે તેના સંક્રમણ ને અટકાવવા ના ભાગ રૂપે બોડેલી પોલીસ હરહંમેશ સતર્ક રહી છે અગાઉ પણ માસ્ક પહેર્યા વગર રોડ પર જાહેર મા વાહનો લઈ ફરતા વાહનચાલકો ને રોકી ને તેમજ માસ્ક પહેર્યા વગર દુકાન પર બેસી ધંધો કરતા વેપારી ઓ પાસે થી બોડેલી પોલીસ દ્વારા લાખો રૂપિયા નો દંડ વસુલ કરવામાં આવ્યો છે હજીપણ બોડેલી પોલીસે તેની આ જુમ્બેસ ચાલુ રાખી આજે બપોરના તેમના પોલીસ કર્મચારી ઓ સાથે બોડેલી અલીપુરા અને ઢોકલિયા ના બજારો મા ચાલતા નીકળી દુકાને દુકાને ફરીને માસ્ક પહેર્યા વગર દુકાન પર બેસી વ્યવસાઈ કરતા લગભગ ૭૬ જેટલા વેપારી ઓને તેમજ માસ્ક પહેર્યા વગર વાહન લઈ ને નીકળેલા વાહનચાલકો મળી ૧૦૦ ઉપરાંત લોકોને મેમો આપી ને તેમની પાસે થી ૨૦૦ રૂ પ્રમાણે દંડ વસુલ કરવામાં આવ્યો હતો.