રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની જાગૃતતા અને લોક ચાહના ૯૦ સોમનાથ વિધાનસભા અને માદરે વતન ચોરવાડ વિસ્તારમાં ગુંજે છે અને જે પોતે લોકોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ નિરાકરણ કરે છે અને સુખ દુઃખમાં ભાગીદાર થાય છે, પોતાના વિસ્તારને પોતાનો પરિવાર માને છે, અને પોતે લોકોની વચ્ચે રહે છે, જે એક ધારાસભ્ય તરીકે નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ નિભાવે છે, આવા યુવા અને કાર્યશીલ ધારાસભ્યને ગુજરાતના નેતાઓ પણ ચાહે છે, હાલ ગુજરાત સરકાર દ્વારા જુદીજુદી સમિતિઓની રચના કરવામાં આવેલ છે, તે પૈકી “ખાત્રી સમિતિ” ની રચના કરવામાં આવેલ છે, આ “ખાંત્રી સમિતિ” બાબતે એવું માની શકાય કે કોઈપણ વ્યક્તિ અથવા કોઈ સંગઠન અથવા કોઈ સંસ્થા દ્વારા સરકાર પાસે રજૂઆત કરે અને સરકાર તરફથી ખાત્રી આપવામાં આવે તે બાબતની સમિતિની રચના થયેલ છે, સમિતિમાં જે પ્રશ્નનું નિરાકરણ ન થયું હોઈ અને સરકાર દ્વારા ખાત્રી આપેલ હોઈ તે તમામ બાબતોનો જવાબ માંગી શકે છે. ૯૦-સોમનાથના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની જાગૃતતા અને લોક ચાહનાના કારણે ગુજરાત સરકાર તરફથી જે “ખાત્રી સમિતિ” ની રચના કરવામાં આવેલ તેમાં સભ્ય તરીકેની નિમણૂક કરેલ છે, તે બદલ પોતાના વિસ્તારના રહેવાસીઓ અને સ્નેહી આગેવાનોએ હર્ષની લાગણી અનુભવેલ છે, અને ૯૦ સોમનાથ મત વિસ્તારના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ઊતરોતર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવેલ છે.