રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ ગાંધીનગર ઈસ્માઈલી સમાજમાં રેહતા સુતાર સિરજભાઈ કાનજીભાઈ પોતે અખોદર મુકામે શિક્ષક છે અને માતા ગુલશનબેન સિરાજ સુતાર, તેમનો પુત્ર સુતાર સરફરાઝ સિરજભાઇએ એન્જિનિયરિંગ મા ડીગ્રી પુર્ણ કરી પરીક્ષા આપેલ તેમાં પેહલા નંબરે ઉતીર્ણ થઈ, તેમને પાનધ્રો, કચ્છ ભુજમાં નોકરી માટે નિયુક્ત થયેલ હોય આ ખુશીના અવસરે સીરાજભાઈ દ્વારા કોઈ ખોટા ખર્ચ ન કરી અને તેની આજુ બાજુમાં રહેતા પચ્ચીસ જરૂયાતમંદ પરિવારોને રાશન કીટ વીતરણ કરીને એક ઉત્તમ ઉદાહરણ સાથે કેશોદ ઈસ્માઈલી સમાજનું તથા સુતાર પરિવારનું ગૌરવ વધારેલ છે.