રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
હમે પ્રજા ની શાથે રહી ને વેરા વધારા નો વિરોધ કરીશું કહેનાર કોંગ્રેસ ના વિરોધ પક્ષ ના નેતા પ્રજા ની પડખે રહેવાના સમયે ભુગર્ભમાં ઉતરી જતાં વિરોધપક્ષ ની પાંગળી ભુમીકા સામે નગરજનો મા રોષ
ગામ આખાં ને માઈક ફેરવી સોશિયલ ડિસ્ટન્સ રાખવાની ની સુફીયાણી ગુલબાંગો પોકારી સામાન્ય નગરજનોને દંડ ફટકારતી નગરપાલિકા ના સત્તાધીશો એ પોતેજ દોઢ મિટર ના અંતર નો છેદ ઉડાવી સભ્યો ને લગોલગ બેસાડી ગાઈડ લાઈન ના લીરેલીરા ઉડાવી દીધાં હતાં.
રોજ રાજપીપળા નગરપાલિકા ના સભાખંડ મા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, અને માત્ર ૬ સભ્યો ના વિરોધ અને ૩ સભ્યો ની ગેરહાજરી અને ૧૫ સભ્યો ના સમર્થન વચ્ચે વેરાવધારા નો બિલ પાસ કરી દેવામા આવ્યુ હતુ અને એ સાથે જ રાજપીપળા ની પ્રજા ઉપર આકરો કર બોજ ફટકારી દેવામાં આવ્યો છે. જે હવે કાયદેસર વેરો બની જવા પામ્યો છે.
આજ ની સામાન્ય સભા મા કોંગ્રેસ ના વિરોધપક્ષ ના નેતા ગેરહાજર રહ્યા હતા, અગાઉ જ્યારે ભાજપ શાસિત પાલિકા ના પ્રમુખ દ્વારા વેરાવધારા નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો ત્યારે એ પ્રસ્તાવ ના કાગળ ઉપર સહી કરી સમર્થન આપી દીધું હતું. અને પછી અમે પ્રજા ની સાથે રહી ને વેરા વધારા નો વિરોધ કરીશું ની ડબલ ઢોલકી વગાડી હતી. જ્યારે પોતાનુ બોલેલુ પાળવાનો સમય આવ્યો ત્યારે વિરોધપક્ષ ના નેતા ગાયબ થઈ ગયા હતા. ઉપ પ્રમુખ સપનાબેન વસાવા ની ગેરહાજરી સુચક બની હતી, તેમજ વેરા વધારા નો પહેલાં થીજ વિરોધ કરનાર પુર્વ પ્રમુખ સંદીપભાઈ દશાંદી પણ ગેરહાજર રહ્યાં હતાં. અને અગાઉ વેરાવધારા નો વિરોધ કરનાર અપક્ષ સભ્ય મહેશભાઈ કાછીયા એ પલટી મારી સમર્થન કરી દીધું હતુ.રાજપીપળા ની પ્રજા એ હવે પાણી વેરો જે પહેલા રૂ ૬૦૦/- હતો તેના બદલે રૂ૭૫૦ /- ભરવાનો રહેશે. ગટર વેરો જે પહેલા રૂ.૧૨ હતો તે રૂ.૮૦ થયો, નવા ઉભાં કરવામા આવેલા વેરા સફાઈ વેરો રૂ.૧૨૦ લાઈટ વેરો રૂ.૧૨૦ કરવામા આવ્યો છે. અને અન્ય મિલ્કત વેરો,વાણિજ્ય વેરા મા પાણી વેરો, મિલકત વેરો વિગેરે વેરાઓમા આકરો વધારો કરવામા આવ્યો છે.
આમ લોકડાઉન મા જ્યારે લોકો આર્થિક રીતે પાયમાલ બન્યાં છે, વેપારી અને ધંધાર્થીઓ બજાર મા ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકો ને રાહત આપવા આર્થિક પેકેજો જાહેર કરી રહ્યાં છે તેવા સમયે રાજપીપળા ની નગરપાલિકા વેરા મા આકરો વધારો કરી પ્રજા નુ લોહી ચૂસવાનુ કામ કરી નગરજનોની ખફગી વહોરી લઈ ને પણ પોતાનુ ધાર્યુ પાર પાડયું હતું. આ બાબત ની ગંભીર નોંધ લઈ રાજપીપળા ની પ્રજા આવનારી નગરપાલિકા ની ચૂંટણીમાં ચોકકસ જડબાતોડ જવાબ આપશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.