રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા વીજ કંપની ઉપર લાઈટ બિલો માટે આવેલા ગ્રાહકોની જોરદાર ભીડ:સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા વીજ કંપની,ખાતર ડેપો એસ.ટી ડેપો સહિત અનેક સરકારી એકમોમાં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન થતું નથી હવે પાલન કોણ કરાવશે તે જોવાનું રહ્યું?
નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય કેટલાક જાગૃત નાગરિકો દ્વારા માસ્ક અને સોશ્યિલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થઈ રહ્યું છે પરંતુ બીજી તરફ ખુદ સરકારી વિભાગો જ આ નિયમોનો છડે ચોક ભંગ કરતું હોય ત્યારે ફરિયાદ કોને કરવી..? નર્મદા પોલીસ પણ આ બાબતે સતત પ્રયત્નશીલ રહી ખડે પગે નિયમોનું પાલન કરાવવા મથી રહી છે પરંતુ જ મોટી ખોડ કહેવત ની જેમ સરકારી એકમો માજ નિયમો નું યોગ્ય પાલન ન થતું હોય ત્યારે સંક્રમણ હજુ વધી શકે એમ કહેવું ખોટું નથી. રાજપીપળા વીજ કંપનીની કાળિયા ભૂત પાસે આવેલી મુખ્ય કચેરી ખાતે પણ આજે લાઈટબીલ ની બારી ઉપર ગ્રાહકો નો રાફડો ફાટ્યો જોવા મળ્યો હતો.ત્યારે રીતસર નું નિયમોનું સુરસુરીયું થતું જોવા મળ્યું. શુ લોકડાઉન કે અનલોક ના નિયમો ફક્ત આમ જનતા માટેજ બનાવ્યા છે. સરકારી વિભાગો કેમ તેનું પાલન કરતા નથી તેવા સવાલ હાલ ટોક ઓફ ધ ટાઉન રહ્યા હતાં ત્યાં કોઈ અધિકારી દ્વારા કહેવામાં નથી આવતું કે ડિસ્ટન્સ માં ઉભા રહો? જો આ જ સંજોગો રહ્યા તો કોરોના સંક્રમણ ને અટકાવતું કોઈ નહિ અટકાવી શકે.