રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ નગરપાલિકા હસ્તકનાં હાઈ-માસ્ટ ટાવરના કેબલ રોડ તુટતા જોખમકારક ખુલ્લાં થયાં
કેશોદ શહેરમાં આવેલા ફુવારા ચોકમાં નગરપાલિકા દ્વારા હાઇ-માસ્ટ ટાવર ઉભો કરીને એલઈડી લાઈટો લગાવીને ફુવારા ચોકને ઝળહળતો કરવામાં આવેલ છે. તાજેતરમાં કેશોદ શહેરમાં ચોમાસામાં પડેલા વરસાદને કારણે ફુવારા ચોકમાં રોડ તુટી જતાં ખાડા પડવાથી હાઈ-માસ્ટ ટાવરના કેબલ બહાર નીકળી ગયાં છે. કેશોદના ચાર ચોકમાં આવેલાં રેલ્વે ફાટક પરથી જિલ્લા કલેકટરનાં જાહેરનામાં થી ભારે વાહનો ને પ્રવેશ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે ત્યારે ભારે વાહનો ફુવારા ચોકથી એરપોર્ટ રોડ તરફ થી આવ જા કરતાં હોય છે. કેશોદના ફુવારા ચોકમાં ખુલ્લાં કેબલો પરથી ભારે વાહનો પસાર થાય છે ત્યારે કેબલ કપાઈ જશે તો પાણી ભરેલા ખાડામાં શોર્ટ સર્કિટ થવાથી નિર્દોષ રાહદારી કે વાહન ચાલક ભોગ બનવાની પુરેપુરી સંભાવના છે. રાજ્ય સરકાર હસ્તકના સ્ટેટ હાઈવે રોડ પર સીમેન્ટ રોડ તોડી કોન્ટ્રાકટર દ્વારા કેબલ નાખ્યાં બાદ ફરીથી પી.સી.સી કરવાની દરકાર ન લેતાં હોય અને જવાબદાર એજન્સી દ્વારા તપાસ કે ચોકસાઈ કરવામાં આવતી નથી જેથી ચોમાસામાં મોબાઈલ કંપનીઓ દ્વારા અને લાઈટો નાં કેબલો નાંખવા સીમેન્ટ રોડ તોડીને ખોદવામાં આવેલા ખાડાઓ જેમનાં તેમ માટી પુરાણ કરી મુકી દેવામાં આવે છે ત્યારે વરસાદ વરસતા ખાડા ખુલ્લાં પડે છે અને નાનાં મોટાં અકસ્માતો સર્જાતા હોય છે. કેશોદના ફુવારા ચોકમાં ખુલ્લાં કેબલો કોઈ નિર્દોષ રાહદારી કે વાહનચાલક ભોગ બનશે પછી કામગીરી કરવામાં આવશે કે જવાબદાર તંત્ર એક બીજાના પર દોષનો ટોપલો ઢોળી છટકી જવાનો પ્રયત્ન કરશે. કેશોદ શહેરના જાગૃત આગેવાનો ફુવારા ચોક વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે જવાબદાર તંત્ર ને રજુઆત કરશે ખરાં…