રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં દારૂના દૂષણને નાથવા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સૂચના અને માર્ગદર્શન ના આધારે પીએસઆઇ એ.આર.ડામોર દેડીયાપાડા પો.સ્ટે. તથા સ્ટાફના માણસો હાજર હતા તે દરમ્યાન બાતમી મળેલ કે માલ સમોટ ગામ તરફ થી એક લાલ કલર ની ગાડી નંબરમાં ઇંગ્લિશ દારૂ ભરીને દેડીયાપાડા તરફ આવૅ છે જે માહિતી આધારે મોઝદા ત્રણ રસ્તા ખાતેં નાકાબંધી કરી પોલીસ ટીમ હાજર હતી દરમ્યાન આ ગાડી આવતા તેમાં ચેક કરતા ક્વાટરીયા નંગ-૧૪૪ કી.રૂ.૧૨૨૪૦ તથા બિયર ના ટીન નંગ-૩૬ મળી કુલ રૂ.૧૫,૮૪૦/- ના દારૂ સાથે (૧)હેમંતભાઈ ઈશ્વરભાઈ વસાવા તથા(૨) સનજય ભાઈ રમણભાઈ વસાવા,બંને રહે.સામરપાડા (થપાવી) તા.ડેડીયાપાડા ને પકડી તેમની અંગઝડતી કરતા તેની પાસે થી મોબાઈલ નંગ-૨ કિં.રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂપિયા ૧૦૦૦/- મળી આવૅલ સાથે કાર ની કિંમત રૂ.૫૦,૦૦૦/- ગણી કુલ રૂ.૬૭,૮૪૦/-નો મુદ્દામાલ ગણી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.