વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ(COVID-2019)ના ગુજરાત સહિત દેશભરમાં સામે આવેલા સંક્રમણના કેસોને ધ્યાને લઈ દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આવશ્યક સેવાઓ સિવાયના તમામ ઉદ્યોગ-ધંધા, દુકાનો બંધ કરવામાં આવ્યા છે ત્યારે તકેદારીના પગલારૂપે પંચમહાલ જિલ્લાની તમામ બેંકો ગ્રાહકો માટે સવારે ૧૦થી ૨ સુધી જ ખુલ્લી રહેશે. બેંકના કામકાજ દરમિયાન માત્ર નાણાં ડીપોઝીટ અને ઉપાડ, ચેક કલીયરન્સ, નાણાં ટ્રાન્સફર તથા સરકારી લેવડ દેવડ જ કરાશે. બેંકમાં ભીડ ન કરવા, અન્ય વ્યક્તિઓથી અંતર જાળવવા સહિતની તકેદારીઓને અનુસરવા તેમજ બેંક સ્ટાફને સહકાર આપવા કન્વીનર એસએલબીસી જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા દ્વારા જણાવ્યું છે.