છોટાઉદેપુર: નસવાડી તાલુકાના તણખલા બેંક ઓફ બરોડા ની શાખા માં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા.

Chhota Udaipur
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

નસવાડી તાલુકાના તણખલા બેંક ઓફ બરોડા ની શાખા માં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે‌ બેંકના કર્મચારીઓને પણ ગ્રાહકોની ભીડ થી હેરાન પરેશાન થઇ ગયા છે, અને તેઓને પણ કોરોનાથી સંક્રમિત થવાનો ભય સતાવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના તણખલા ગામે બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે. જ્યાં રોજબરોજ બેંકની શાખામાં સેંકડો લોકો આવતા જતા હોય છે. પરંતુ હાલ કોરોનાવાયરસ ની મહામારી ને કારણે બેંકો કેટલીક સરકારી ગાઇડલાઇન મુજબ ચાલુ કરવામાં આવેલી છે. જે ગાઇડલાઇન મુજબ લોકોએ ભીડ ન કરવી તેમજ સોશ્યિલ ડિસ્ટનસીંગનું પાલન કરી મોઢા પર ફેસ માસ્ક બાંધી બેંકમાં આવું જોઈએ તેઓ નિયમ છે. પરંતુ આજરોજ બપોરના બેંકમાં લોકોનું ટોળું ઘુસી જતા બેંકના કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. અને તેઓએ ના છૂટકે બેંકનું કામકાજ બંધ કરવું પડ્યું હતું.લોકોને તો જાણે કોરોનાવાયરસ ની મહામારી થી અજાણ હોય તેવું વર્તન કરતા હોવાનું નજરે પડયું હતું. બેંકના કર્મચારીઓને પણ કોરોનાવાયરસ ના સંક્રમણ નો ભય સતાવી રહ્યો છે.

અગાઉ બોરીયાદ બેંકમાં પણ એક કર્મચારીને કોરોનાવાયરસ થી સંક્રમિત થયો હતો. જેથી તણખલા ના ગ્રામજનો ને પણ આ મસમોટી બેંકમાં થતી ભીડથી કોરોના સંક્રમણનો ભય સતાવી રહ્યો છે.આમ તણખલાની બેંક ઓફ બરોડાની શાખામાં સરકાર ની ગાઈડલાઈન મુજબ કામગીરી ન થતી હોવાનું આ બેંક માં થતી ભીડ પરથી ફલિત થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *