અમદાવાદની પાંચ વર્ષની શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન.

Ahmedabad Latest
રિપોર્ટર: શરીફ મનસુરી

પાંચ વર્ષની સૌથી નાની વયે પેઇન્ટિંગ્સ બનાવવા બદલ શનાયાને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન

માત્ર પાંચ વર્ષની ઉંમરે શનાયાએ પેઇન્ટિંગ્સ બનાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.

પાંચ વર્ષની શનાયા એ કેનવાસ ઉપર રંગ સાથે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી પરિવારમાં ઉમંગ પણ ભર્યો.

કળા એ ભગવાનની દેન છે માણસે તો ફક્ત એ કળાને જાણી એને સુંદર રીતે મઠારવાની હોય છે. કળાને કોઈજ બાધ નથી, ના એને ઉંમર નડે છે, ના મઝહબ કે ના તો એને કોઈ ભાષાની જરૂર છે! બસ આંગળીઓના ટેરવે થોડી લાગણી, નિખાલસતા, પ્રેમ, રંગ અને અબોધતા ને રાખીએ અને જે રચના બને એ અદ્ભૂત જ હોય! બસ એવું જ અદ્ભૂત કાર્ય અમદાવાદની ફક્ત પાંચ વર્ષની છોકરી શનાયાએ એના નાના – નાના હાથો વડે સુંદર પેઇન્ટિંગ્સ બનાવી ને કર્યું છે. એના આ નિખાલસ કાર્યની નોંધ “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ” એ લીધી છે જે ઇન્ડિયા બુક ૨૦૨૧ માં નોંધાયું છે. ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાયેલા પેઇન્ટિંગ્સ શૉ ”હાર્ટ શૉ 2020″ માં જાતે બનાવેલી મૌલિક સ્પેકટેક્યુલર પેઇન્ટિંગ્સ સાથે એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો. આ શૉમાં અલગ – અલગ 58 સિનિયર કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં શનાયા સૌથી નાની પાર્ટીસિપન્ટ હતી. તેમજ શનાયા દ્વારા બનાવવામાં આવેલા બંને ચિત્રો સોલ્ડ આઉટ થઈ ગયા હતા. આ શૉ હથીસિંગ અને કનોરિયા આર્ટ ગેલેરી ખાતે યોજાયો હતો. શનાયા અમદાવાદની આનંદ નિકેતન શિલજ કેમ્પસ સ્કૂલમાં ગ્રેડ કે – ૧ (જુનિયર કે.જી)માં અભ્યાસ કરે છે. શનાયાને આ કળા એમની માતા સપના (ફાઈન આર્ટ્સ પેઇન્ટિંગ્સ ) અને પિતા એડવોકેટ રિદ્ધેશ ત્રિવેદી દ્વારા ગળથુથીમાં જ મળેલ છે.

શનાયાએ નેચરને લગતા પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. એ પોતાના ક્રિએટીવ ઇમેજીનેશનને એક્રેલીક કલર્સ વડે કેનવાસ પર ઉતારે છે. સેલ્ફ ટોટ શનાયા જુદા જુદા રંગો સાથે રમીને પેઇન્ટિંગ્સ તૈયાર કરે છે. જે ખૂબ જ કલરફુલ હોય છે. પાંચ વર્ષની ઉંમરે રંગોને સમજી તેના અલગ અલગ કોમ્બિનેશન બનાવી નેચરને રિપ્રેસન્ટ કરતા કલરફુલ ચિત્રો કેનવાસ પર કંડારે છે. એક પાંચ વર્ષનું બાળક નેચરને સમજે છે અને એ સમજને કઈ રીતે ઉતારે છે એ વાસ્તવિકતા લોકો સામે મુકવાનો પ્રયત્ન કર્યો હતો. શનાયા કોઈજ પેઇન્ટિંગ્સ ક્લાસિસમાં નથી ગઈ. એનો કલર્સ સાથે રમવાનો શોખ તેમજ એની મૌલિક ઇમેજીનેશન એને સુંદર ચિત્રો બનાવવા તરફ પ્રેરે છે. શનાયાએ ‘કોફી વિથ ક્રિએટિવિટી’ ટોક શોમાં એના પેઇન્ટિંગ્સ વિશે ચર્ચા પણ કરી હતી જેની દિગ્ગજ કલકરોએ નોંધ લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *