રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કરેલ નગરપાલિકા પ્રમુખ સામેના આક્ષેપ બાબતે નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયાએ જનતા જોગ સંદેશ પાઠવ્યો લોકોએ ગેરમાર્ગે ન દોરાવા કરી અપીલ..
તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે એકલ દોકલ મીડીયા સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે નગરપાલિકા પ્રમુખ અને વ્યાપારી મહા મંડળના બની બેઠેલાં પ્રમુખ યોગેશ સાવલીયા સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે માત્ર સસ્તી પ્રસિધ્ધિ માટે નગરપાલિકા દ્વારા વેરો માફીના પેમ્પલેટ છપાવી જાહેરાત કરેલ જે ખોટી જાહેરાતો કરી ખોટા જશ મેળવવા માટે હવાતિયાં મારેછે એ બાબતે નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયાએ જવાબ આપતાં જનતાને જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા આત્મ નિર્ભર પેકેઝ જાહેર કરેલ જેના ભાગરૂપે પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવામાં આવે છે અને તે પણ મુદત નક્કી કરેલ છે. ત્યાં સુધી અને તે મુદતમાં વધારો કરવા રજૂઆત કરવામાં આવીછે અને જે સરકાર દ્વારા ટેક્સ માફીની જાહેરાત કરવામાં આવી છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દ્વારા નગરપાલિકા પ્રમુખ સામે વાહીયાત આક્ષેપ કર્યો હતો તેના જવાબમાં નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયાએ જનતા જોગ સંદેશ આપતાં જણાવ્યું હતું કે વ્યાપારી મહા મંડળનું બે વર્ષ પહેલા રજીસ્ટ્રેશન કરાવવા મુકેલ હતું જેનો ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દ્વારા વાંધો લઈ અટકાવેલ હતું અને વ્યાપારી મહા મંડળનો એકમાત્ર ચેમ્બર ઓફ કોમર્સ વિરોધ કરે છે. અને મોટા ઉદ્યોગો માટે છે જ્યારે વ્યાપારી મહા મંડળમાં ચાલીસ જેટલા વેપારીઓ જોડાયેલા છે જે નાના વેપારીઓ માટે બનાવેલ છે જનતાએ ખોટી વાતોથી ગેરમાર્ગે ન દોરાવું સત્ય હકીકત જાણવી અને લોકોએ પણ સહકાર આપવા નગરપાલિકા પ્રમુખ યોગેશ સાવલીયાએ જનતા જોગ સંદેશ આપતાં જણાવ્યું છે.