અરવલ્લીના મોડાસા શહેરની ચાંદટેકરી વિસ્તારમાં સફાઇ ઝુંબેશ સઘન બનાવાઇ.

Arvalli
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધતા કુલ આંક ૨૭૦ને પાર પંહોચી ગયો છે જેમાં મોડાસા શહેરમાં પણ ૧૦૦થી વધુ કેસ નોંધાયા છે ત્યારે શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા તેમજ વરસાદ જન્ય રોગચાળાને અટકાવવા નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી હાથ ધરી છે. મોડાસા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરી નગરજનોના આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે જેમાં જાહેર જગ્યાએ માસ્ક ન પહેરનારા અને જાહેરનામાનો ભંગ કરનાર વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહિ દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. આની સાથે શહેરમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય કે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં શહેરમાં ખાસ કરીને જે કોરોના પ્રભાવિત છે તેવા ચાંદ ટેકરી વિસ્તારમાં ડોર ટુ ડોર કચરાનું કલેકશન હાથ ધરવામાં આવ્યું છે તેમજ દવાનો છંટકાવ કરી શહેરીજનોને સ્વચ્છતા અને આરોગ્ય વિષયક જાણકારીની ઝુંબેશને સઘન બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *