રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે રહેતા અને મજુરી કામ કરી ગુજરાન ચલાવતા ગરીબ પરીવારની દશ વર્ષની દિકરી તેના ધર પાસે બકરા ચરાવતી હતી. એ વખતે બપોરના ત્રણ વાગ્યાના સુમારે હમીન કાસમ મજીઠીયા નામનો શખ્સ બાળાના માસા થતો હોય તેમણે બાળાને ફોસલાવીને પોતાના ધરમાં લઇ જઇ બાળા પર બળજબરી દુષ્કર્મ આચરી તેના પર હુમલો કરી ધમકી આપતા બાળાએ પીડાઓ સાથે રડતા રડતા પોતાના માતા-પિતાને જાણ કરતા તાત્કાલીક બાળાને ગીરગઢડા હોસ્પીટલમાં સારવારમાં ખસેડાયેલ હોય દુષ્કર્મ આચરનાર શખ્સ વિરૂધ્ધ ગીરગઢડા પોલીસમાં પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મ એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોધી પી એસ આઇ કે.એન.અધેરાએ તપાસ ચલાવી આરોપીને જડપી પાડવા તજવીજ હાથ ધરેલ છે.