રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી મોટા કસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ અમરેલી ખાતે ગે.કા.રીતે પોતાના હવાલાવાળા રહેણાંક મકાનમાં ભેંસ વંશ પાડાને કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રાખી ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ..
અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડમાં રહેતો રફીકભાઇ ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવા વાળો પોતાના રહેણાંક મકાને ગે.કા.રીતે ભેંસ વંશ પાડા કતલ કરવાના ઇરાદે ગોંધી બાંધી રાખેલ છે જેથી અમરેલી સીટી પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.ડી.બી.ચૌધરી સાહેબ તથા અના.હેડ કોન્સ. નિલેષભાઇ લંગાળીયા તથા પો.કોન્સ.પ્રવિણસીંહ બારીયા તથા અના.લોકરક્ષક દેવાંગભાઇ મહેતાએ રીતેના ઉપરોકત બાતમીવાળી હકીકતે રેઇડ કરતા ત્યાં રફીકભાઇ ઉર્ફે શેટ્ટી આદમભાઇ કાલવા ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે.અમરેલી મોટાકસ્બાવાડ જુમ્મા મસ્જીદ પાસે ખત્રીવાડ અમરેલી વાળાએ ગે.કા.રીતે પોતાના હવાલાવાના ભેંસ વંશ પાડા જીવ નંગ-૧ (એક) કુલ કિ.રૂ.૬૦૦૦/- ના કોઇપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર કતલ કરવાના ઇરાદે બાધી (ગોંધી) રાખી રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુન્હો કરેલ હોય તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.